Advertisement

જાહેર રજાએ પણ વેરા વસુલાતનો રેકોર્ડ, માત્ર 2 દિવસમાં 39 લાખથી વધુ મિલકત વેરો ભરાયો

જાહેર રજાએ પણ વેરા વસુલાતનો રેકોર્ડ, માત્ર 2 દિવસમાં 39 લાખથી વધુ મિલકત વેરો ભરાયો

કરમસદ-આણંદ મહાનગરપાલિકા દ્વારા નગરજનોને બાકી મિલકત વેરો ભરવાની સુવિધા આપવા માટે જાહેર રજાના દિવસોમાં પણ કચેરીઓ ખુલ્લી રાખવામાં આવી હતી. કમિશનરના માર્ગદર્શન હેઠળ લેવાયેલા આ નિર્ણયને નગરજનો તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે અને માત્ર બે જ દિવસમાં લાખો રૂપિયાની વસુલાત નોંધાઈ છે.

તા. 28 અને 29 માર્ચના જાહેર રજાના દિવસોમાં મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોની કચેરીઓ ખાતે નગરજનો દ્વારા બાકી તથા ચાલુ વર્ષનો મિલકત વેરો જમા કરાવવામાં આવ્યો હતો. આણંદ, બાકરોલ, વિદ્યાનગર, કરમસદ, મોગરી, લાંભવેલ, ગામડી અને જીટોડિયા વિસ્તારોમાંથી નોંધપાત્ર વસુલાત થઈ છે.

આ બંને દિવસોમાં કુલ મળીને રૂપિયા 39,31,153 જેટલો મિલકત વેરો જમા થયો હતો, જેમાં 28 માર્ચે રૂપિયા 26,72,802 અને 29 માર્ચે રૂપિયા 12,58,351ની વસુલાત નોંધાઈ છે. મનપાએ નગરજનોને 31 માર્ચ પહેલાં બાકી વેરો જમા કરાવવા અનુરોધ કર્યો છે અને તે દિવસે પણ કચેરીઓ ખુલ્લી રાખવામાં આવશે.

Advertisement