Advertisement

હવે દૂધ ચોરી અટકાવવા કડક નિયમ – રાત્રે 9 પછી મંડળીમાં દૂધ લેવાશે નહીં!

હવે દૂધ ચોરી અટકાવવા કડક નિયમ – રાત્રે 9 પછી મંડળીમાં દૂધ લેવાશે નહીં!

અમૂલ દ્વારા દૂધ ચોરી અને ભેળસેળ અટકાવવા માટે દૂધ કલેક્શન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. નવી વ્યવસ્થા મુજબ સવારના 9 વાગ્યા પછી અને રાત્રે 9 વાગ્યા પછી દૂધ મંડળી કોઈપણ સભાસદ પાસેથી દૂધ સ્વીકારી શકશે નહીં, કારણ કે સિસ્ટમ ઓટોમેટિક લોક થઈ જશે. આ નવી પ્રક્રિયા 10 એપ્રિલથી અમલમાં આવશે અને ત્યારબાદ કોઈપણ મેન્યુઅલ રિક્વેસ્ટ સ્વીકારવામાં આવશે નહીં. ખેડા, આણંદ અને મહીસાગર જિલ્લાની 1200થી વધુ દૂધ મંડળીઓ પર આ નિયમ લાગુ પડશે.


આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ દૂધ મંડળીઓમાં થતી ગેરરીતિઓને રોકવાનું છે. સામાન્ય રીતે કર્મચારીઓ સવારના 6 થી 9 અને સાંજે 6 થી 9 સુધી હાજર રહે છે, જેથી આ સમય દરમિયાન ગેરરીતિની શક્યતા ઓછી રહે છે. પરંતુ કર્મચારીઓના જતા પછી દૂધ ચોરી અને ભેળસેળના બનાવો સામે આવતા અમૂલે આ કડક પગલું ભર્યું છે, જેથી સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા વધારી શકાય.

Advertisement