એક સામાન્ય નાગરિક પોતાના પાંચ રૂપિયાનો પણ હિસાબ રાખે છે...
પણ ગુજરાતના પંચાયત વિભાગ પાસે 722 કરોડથી વધુ રકમનો હિસાબ જ નથી?
વિધાનસભામાં રજૂ થયેલા પંચાયતી રાજ સમિતિના અહેવાલે સરકારી તંત્રના વહીવટ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
અહેવાલ મુજબ, વર્ષ 1963થી અત્યાર સુધીના ઓડિટમાં કુલ ₹722.81 કરોડની રકમ વસૂલવાની બાકી હોવાનું સામે આવ્યું છે.
પણ અહીં સૌથી મોટો સવાલ રકમનો નથી...
સવાલ એ છે કે આ રૂપિયા કોની પાસેથી વસૂલવાના છે?
અહેવાલમાં એવી સ્થિતિ સામે આવી છે કે આ બાકી રકમની જવાબદારી કોની છે, તેની પૂરતી માહિતી કે દસ્તાવેજો પણ તંત્ર પાસે ઉપલબ્ધ નથી.
એટલે સવાલો તો અનેક છે...
કયા કોન્ટ્રાક્ટરો કે સંસ્થાઓ પાસેથી આ નાણાં લેવાના છે?
જવાબદાર લોકો આજે હયાત છે કે નહીં?
અને જો છે, તો આટલા દાયકાઓમાં તેમની પાસેથી વસૂલાત માટે શું કાર્યવાહી થઈ?
વર્ષો નહીં... દાયકાઓ વીતી ગયા.
પરંતુ બાકી નાણાંની વસૂલાત માટે પૂરતું ફોલોઅપ ન લેવાય તો આખરે નુકસાન કોનું?
જનતાના ટેક્સના પૈસાનું!
જિલ્લા અને તાલુકા સ્તરે થયેલી આવી બેદરકારી સરકારી નાણાંના સંચાલન અને જવાબદારી પર ગંભીર સવાલો ઉભા કરે છે.
હવે જોવાનું એ છે કે ₹722.81 કરોડની આ બાકી રકમમાંથી કેટલા રૂપિયા સરકારી તિજોરીમાં પાછા આવે છે?
કે પછી...
આ કરોડોનો હિસાબ પણ સરકારી ચોપડામાં જ દબાઈને રહી જશે?