ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે વધેલી ગરમી વચ્ચે હવે હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે 18 માર્ચથી રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે છે, જેની અસર 21 માર્ચ સુધી રહેવાની સંભાવના છે. 18 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જામનગર, મોરબી, દ્વારકા અને કચ્છમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. 19 માર્ચે ઉત્તર ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, ડાંગ અને તાપી સાથે સૌરાષ્ટ્ર-કચ્છના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ કમોસમી વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની પણ ભીતિ ખેડૂતોમાં વ્યક્ત થઈ રહી છે.
ગુજરાતમાં હવામાન પલટાશે: કમોસમી વરસાદની આગાહી, જાણો કયા જિલ્લાઓમાં વરસી શકે મેઘરાજા