Advertisement

ગુજરાત વિધાનસભાને બોમ્બની ધમકીથી હાહાકાર, ગૃહ ખાલી કરાયું; ગાંધીનગરમાં હાઈ એલર્ટ

ગુજરાત વિધાનસભાને બોમ્બની ધમકીથી હાહાકાર, ગૃહ ખાલી કરાયું; ગાંધીનગરમાં હાઈ એલર્ટ

ગુજરાત વિધાનસભા સંકુલને બોમ્બથી ઉડાવી દેવાની અનામી ઈમેલ ધમકી મળતા આજે ભારે સનસનાટી મચી ગઈ હતી. સવારે બેઠક શરૂ થાય તે પહેલાં જ ગૃહની કાર્યવાહી મોકૂફ રાખીને તમામ ધારાસભ્યો અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢી સંકુલ ખાલી કરાયું હતું. પોલીસ, ATS, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરાઈ છે, જ્યારે સાયબર ક્રાઈમ ટીમ ઈમેલના સ્ત્રોતની તપાસ કરી રહી છે. આ ઘટનાને પગલે ગાંધીનગરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, અમદાવાદની કેટલીક શાળાઓને પણ બોમ્બ ધમકી મળતા ત્યાં પણ તંત્ર સક્રિય બન્યું છે અને સુરક્ષા તપાસ શરૂ કરવામાં આવી છે.