ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, જેમાં યુએઈમાંથી 80,800 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલ લઈને ‘જગ લાડકી’ નામનું જહાજ ગુજરાતના મુંદ્રા બંદરે સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને ખાસ કરીને હોર્મુઝ જળમાર્ગમાં સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે ઇંધણ પુરવઠા પર અસર થવાની ભીતિ વચ્ચે આ ઘટનાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અગાઉ પણ બે ટેન્કર સફળતાપૂર્વક પહોંચ્યા હતા, જ્યારે હવે ત્રીજું જહાજ પહોંચતા ભારતની ઊર્જા સુરક્ષા અંગે થોડી રાહત મળી છે. નિષ્ણાતોનું માનવું છે કે આવનારા સમયમાં આવા વૈકલ્પિક સ્ત્રોતો અને મજબૂત આયોજનથી જ દેશ પોતાની ઊર્જા જરૂરિયાતોને સુરક્ષિત રાખી શકશે.
ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ભારતને મોટી રાહત: UAEથી ક્રૂડ લઈને ‘જગ લાડકી’ જહાજ મુંદ્રા પહોંચ્યું