Advertisement

ગુજરાત બજેટ 2026: ગામડાંઓ બનશે સ્માર્ટ અને સમૃદ્ધ; 'મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના' માટે ₹650 કરોડ, પંચાયત વિભાગ માટે ₹14,858 કરોડની જોગવાઈ

ગુજરાત બજેટ 2026: ગામડાંઓ બનશે સ્માર્ટ અને સમૃદ્ધ; 'મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના' માટે ₹650 કરોડ, પંચાયત વિભાગ માટે ₹14,858 કરોડની જોગવાઈ

ગાંધીનગર: નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27ના બજેટમાં ગુજરાતના ગ્રામીણ અને શહેરી વિકાસ વચ્ચેના અંતરને ઘટાડવા માટે અનેક મહત્વકાંક્ષી યોજનાઓની જાહેરાત કરી છે. પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે કુલ ₹14,858 કરોડ ફાળવીને છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.


 ગ્રામીણ વિકાસ: આવાસ અને રોજગારીની ગેરંટી

  • પીએમ આવાસ યોજના (ગ્રામીણ): ગ્રામીણ વિસ્તારોમાં આગામી વર્ષે 1.60 લાખ નવા આવાસો બનાવવામાં આવશે. આ માટે કુલ ₹1,755 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

  • રોજગારી (VB-GRAM G): ગ્રામીણ રોજગારી અને આજીવિકા મિશન હેઠળ ₹1,500 કરોડનું તોતિંગ આયોજન કરવામાં આવ્યું છે.

  • અટલવાડી યોજના: ગામડાઓમાં સામાજિક માળખું મજબૂત કરવા માટે ₹60 કરોડના ખર્ચે 'અટલવાડી' બનાવવામાં આવશે.


  સ્વચ્છતા અને પર્યાવરણ: 'મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના'

  • સરકારની જૂની ચાર સ્વચ્છતા યોજનાઓને એકીકૃત કરીને “મુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના” શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના માટે ₹650 કરોડ ફાળવાયા છે.

  • ગ્રે-વોટર ટ્રીટમેન્ટ: 400 ગામોના તળાવોને પ્રદૂષિત થતા અટકાવવા પ્રવાહી કચરાના નિકાલ માટે ₹50 કરોડ ખર્ચવામાં આવશે.

  • શૌચાલય સહાય: સામૂહિક શૌચાલય માટેની સહાયમાં ₹2 લાખનો વધારો કરવામાં આવ્યો છે.


  નારી શક્તિ: લખપતિ દીદી અને ગ્રામ હાટ

  • મિશન મંગલમ: સ્વ-સહાય જૂથની મહિલાઓને 'લખપતિ દીદી' બનાવવા વ્યાજ સહાય માટે ₹47 કરોડ.

  • ગ્રામ હાટ: મહિલાઓ પોતાના ઉત્પાદનો સીધા વેચી શકે તે માટે કાયમી "ગ્રામ હાટ" ઊભા કરવા ₹20 કરોડની જોગવાઈ.


 શહેરી સુવિધાઓ અને સુરક્ષા

  • ફાયર સેફ્ટી: રાજ્યમાં 24 નવા ફાયર સ્ટેશન અને સ્ટેટ ફાયર એકેડમી માટે ₹50 કરોડ ફાળવાયા છે.

  • કેચ ધ રેઇન: જળ સંચય અભિયાન માટે ₹80 કરોડની જોગવાઈ.

  • ગિફ્ટ સિટી: ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે ₹45 કરોડ.

  • નમો સ્વદેશી અર્બન મોલ: સ્વદેશી ચીજવસ્તુઓના વેચાણને પ્રોત્સાહન આપવા માટે ખાસ મોલ બનાવવામાં આવશે.


યોજના / પ્રોજેક્ટફાળવેલ બજેટમુખ્યમંત્રી નિર્મળ ગ્રામ યોજના₹650 કરોડગ્રામીણ આવાસ યોજના₹1,755 કરોડગ્રામીણ રોજગાર મિશન (VB-GRAM G)₹1,500 કરોડવોટરશેડ ડેવલપમેન્ટ (PMKSY)₹122 કરોડનવા ફાયર સ્ટેશન અને એકેડમી₹50 કરોડલખપતિ દીદી વ્યાજ સહાય₹47 કરોડ
Advertisement