ગરીબી હટાવવાને બદલે ગરીબોને સરકારી ચોપડેથી જ હટાવવા કેટલું યોગ્ય?

ગરીબી હટાવવાને બદલે ગરીબોને સરકારી ચોપડેથી જ હટાવવા કેટલું યોગ્ય?

ગુજરાત સરકાર ભલે રાજ્યને સમૃદ્ધ અને વિકસિત હોવાના દેખાડા કરતી હોય, પરંતુ સૌથી મોટી વાત એ છે કે સરકારી ચોપડે ગરીબી ઓછી દેખાડવા માટે માત્ર એક વર્ષમાં 33 હજાર અંત્યોદય રેશનકાર્ડ રદ કરી દેવામાં આવ્યા હોવાના આંકડા સામે આવ્યા છે.

આ કાર્યવાહીને કારણે મફત અનાજ મેળવનારા અનેક ગરીબ લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાના સવાલો ઉઠી રહ્યા છે.

એક તરફ સરકાર ગુજરાતના વિકાસના ગુણગાન ગાઈ રહી છે, તો બીજી તરફ ગરીબી દૂર કરવાના પ્રયાસો કરવાને બદલે ગરીબીને સરકારી ચોપડેથી જ નાબૂદ કરવામાં આવી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

સરકારી ચોપડાના આંકડા સાક્ષી છે કે વર્ષ 2022માં 8 લાખ 1 હજાર અંત્યોદય કાર્ડ ધારકો હતા, જે ઘટીને વર્ષ 2025માં માત્ર 7 લાખ 77 હજાર થઈ ગયા છે.

આમ, સીધી રીતે ગરીબોના અનાજનો હક બંધ કરી દેવામાં આવ્યો હોવાના સવાલો ઊભા થયા છે.

મહત્વનો પ્રશ્ન એ છે કે આ બંધ થયેલા કાર્ડ કોના છે?

ગરીબોના? શ્રમિકોના? કે પછી એવા લોકોના, જેમને બે ટંકનું ભોજન મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે?

કેન્દ્રના રિપોર્ટ મુજબ હજુ પણ 7 લાખથી વધુ પરિવારો એવા છે, જેઓ બે ટંકનું ભોજન મેળવવા માટે ભારે સંઘર્ષ કરી રહ્યા છે.

અગાઉ ગરીબોને અનાજ આપીને વાહવાહી મેળવનાર સરકાર હવે કાર્ડ બંધ કરવા સક્રિય બની છે?

ગરીબોના મોંમાંથી કોળિયો છીનવીને ગુજરાતમાં ગરીબી નથી એવું સાબિત કરવું કેટલું યોગ્ય છે?