ગણેશોત્સવમાં ઈકો ફ્રેન્ડલી આગ્રહ: 650 મંડળોએ માટીના શ્રીજી સ્થાપ્યા

ગણેશોત્સવમાં ઈકો ફ્રેન્ડલી આગ્રહ: 650 મંડળોએ માટીના શ્રીજી સ્થાપ્યા

ગણેશોત્સવમાં ઈકો ફ્રેન્ડલી આગ્રહ: 650 મંડળોએ માટીના શ્રીજી સ્થાપ્યા

આણંદ, વિદ્યાનગર અને કરમસદ બુધવાર સવારથી ઢોલ નગરા નાદે જય ગણેશ જય ગણેશ દેવના નાદ સાથે ગુજી ઉઠયા હતા. જિલ્લામાં 1010 મંડળો માંથી 650 મંડળો દ્વારા માટીના ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.

આણંદ શહેરમાં 80 ફૂટ રોડ, ટાઉન હોલ રોડ, ગામડતડ વિસ્તાર, મંગળપુરા, જીટોડિયા સહિતના વિસ્તારોમાં શાસ્ત્રોકત વિધિ પૂજન કરીને ગણેશજી સ્થાપન કરવામાં આવ્યું છે. 10 દિવસ સુધી ગણેશજી પૂજા અર્ચના સાથે ભજનકિર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમોનુું પણ આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાનગર 109 મંડળો સ્થાપન કર્યું છે. ત્યાં 7 દિવસ સુધી પૂજા કરવામાં આવનાર છે. શહેરમાં 191 મંડળો ગણેશજી સ્થાપન કર્યું છે. જેમાંથી 103 મંડળો દ્વરા માટીની મૂર્તિઓઓની સ્થાપન કરવામાં આવ્યું છે. અલગ અલગ થીમ સાથે ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

આણંદ શહેરમાં 2 હજારથી વધુ ઘરોમાં શ્ર્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું ,જેને લઇને શહેરના તમામ માર્ગો ગણપતિ બાપાના નાદથી ગુંજી ઉઠયા હતા. ગણેશ મહોત્સવને દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે આણંદ જિલ્લા પોલીસ દ્વારા તમામ જગ્યાઓએ પોલીસ, જીઆરડીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે.