આણંદ, સોમવાર :આણંદ જિલ્લાના નગરજનોને પ્રાકૃતિક ખેત પેદાશો ઉપલબ્ધ બની રહે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્માના સહયોગથી બોરસદ ચોકડી પાસેના એટીક ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેંચાણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યુ છે.
આ કેન્દ્ર ઉપર દર મંગળવારે બપોરે 3-00 થી 6-00 કલાક દરમિયાન આણંદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા ગ્રાહકોને પ્રાકૃતિક કૃષિ આધારિત વિવિધ શાકભાજી, ફળ, કઠોળ અને અનાજનું સીધું વેચાણ કરવામાં આવશે.
આણંદ જિલ્લાના નગરજનોએ પ્રાકૃતિક કૃષિ આધારિત શાકભાજી અને કોઠોળની ખેડૂતો પાસેથી સીધી જ ખરીદી કરવા આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જી.સી. ભાલોડીયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.