Advertisement

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું ઝળહળતું પ્રદર્શન, જાણો ગ્રુપ વાઇઝ પરિણામની વિગતો

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓનું ઝળહળતું પ્રદર્શન, જાણો ગ્રુપ વાઇઝ પરિણામની વિગતો

ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2026ની GUJCET (ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ)નું પરિણામ આજે સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે. 4 મેના રોજ સવારે 10 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ લાઈવ થતાની સાથે જ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ વર્ષે એન્જિનિયરિંગ અને ફાર્મસી જેવા પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.


પરિણામના મુખ્ય આંકડાઓ:


જાહેર થયેલા આંકડા મુજબ, 'A' ગ્રુપ અને 'B' ગ્રુપ બંનેમાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે.

99થી વધુ પર્સેન્ટાઇલ: 'A' ગ્રુપમાં કુલ 695 વિદ્યાર્થીઓએ 99થી વધુ પર્સેન્ટાઇલ મેળવ્યા છે, જ્યારે 'B' ગ્રુપમાં આ સંખ્યા 764 નોંધાઈ છે.

98થી વધુ પર્સેન્ટાઇલ: પરિણામની ગુણવત્તા જોતા, 'A' ગ્રુપના 1233 અને 'B' ગ્રુપના 1563 વિદ્યાર્થીઓએ 98થી વધુ પર્સેન્ટાઇલ મેળવીને ઝળહળતી સફળતા હાંસલ કરી છે.


શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, વિદ્યાર્થીઓ તેમનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન ચેક કરી શકે છે. ઉચ્ચ પર્સેન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલો વધારો સૂચવે છે કે આ વર્ષે મેરિટ ઊંચું રહેવાની શક્યતા છે. આ સફળતા બાદ હવે રાજ્યની વિવિધ ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયાનો માર્ગ મોકળો બન્યો છે.

Advertisement