Bhupendra Patel દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા આપી રહેલા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને સંદેશ આપતા જણાવ્યું કે પરીક્ષા જીવનનો મહત્વનો પડાવ છે, પરંતુ તે અંતિમ લક્ષ્ય નથી. આત્મવિશ્વાસ, શાંતિ અને સકારાત્મક વિચાર સાથે પરીક્ષા આપવાથી નિશ્ચિત સફળતા મળે છે.
તેમણે વિદ્યાર્થીઓને મહેનત પર વિશ્વાસ રાખવા, સમયનું યોગ્ય આયોજન કરવા અને તણાવમુક્ત રહીને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પ્રેરણા આપી. સાથે જ માતા-પિતા અને શિક્ષકોને પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત અને માર્ગદર્શન આપવાનું આહ્વાન કર્યું.
મુખ્યમંત્રીએ આશા વ્યક્ત કરી કે રાજ્યના તમામ વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામો સાથે પોતાના સપનાઓ સાકાર કરશે