દેશના નોકરિયાત વર્ગ માટે PFને લઈને મોટો ફેરફાર!
હવે કર્મચારીઓના PF અને પેન્શન યોગદાન સાથે જોડાયેલી વેતન મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે.
આ નિયમને એકદમ સરળ ભાષામાં સમજીએ...
અત્યાર સુધી બેઝિક સેલેરી અને મોંઘવારી ભથ્થું મળીને ₹15,000 સુધી હોય તેવા કર્મચારીઓ માટે EPF અને EPSમાં યોગદાન ફરજિયાત હતું. જ્યારે ₹15,000થી વધુ પગાર ધરાવતા કર્મચારીઓ માટે આ વ્યવસ્થા કેટલીક પરિસ્થિતિમાં વૈકલ્પિક હતી.
હવે આ મર્યાદા ₹15,000થી વધારીને ₹25,000 કરવામાં આવી છે.
એટલે કે, નવા નિયમ મુજબ ₹25,000 સુધીની PF-યોગ્ય સેલેરી ધરાવતા કર્મચારીઓ માટે PF યોગદાન ફરજિયાત બની શકે છે.
અને સૌથી મહત્વની વાત...
જો કોઈ કર્મચારીનો પગાર ₹25,000થી પણ વધારે હોય, તો PFની ગણતરી મહત્તમ ₹25,000ના પગાર પર થઈ શકે છે.
એટલે કર્મચારીના હિસ્સા તરીકે મહત્તમ 12 ટકા એટલે કે ₹3,000 સુધી PF કપાઈ શકે છે.
હવે આનો સીધો અર્થ શું?
દર મહિને હાથમાં આવતો પગાર થોડો ઘટી શકે છે, પરંતુ બીજી તરફ PFમાં જતી રકમ વધવાથી લાંબા ગાળે કર્મચારીની બચત અને નિવૃત્તિ માટેનું ફંડ પણ વધી શકે છે.
એટલે આ ફેરફારનો સીધો અસર આજના ટેક-હોમ પગારથી લઈને ભવિષ્યની બચત સુધી જોવા મળી શકે છે.