Advertisement

બનાસકાંઠાના પંથકોમાં પેટ્રોલ-ડીઝલની અછત: વહેલી સવારથી લાંબી લાઈનો, વાહનોમાં ઈંધણ આપવાની મર્યાદા નક્કી કરાઈ

બનાસકાંઠાના પંથકોમાં પેટ્રોલ-ડીઝલની અછત: વહેલી સવારથી લાંબી લાઈનો, વાહનોમાં ઈંધણ આપવાની મર્યાદા નક્કી કરાઈ

બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના વિવિધ ગામોમાં પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. ખાસ કરીને કાંકરેજ, ધાનેરા અને ડીસા પંથકના પેટ્રોલ પંપો પર લોકો વહેલી સવારથી જ કતારોમાં ઉભા રહી રહ્યા છે. જિલ્લામાં ઇંધણના અપૂરતા પુરવઠાને કારણે સર્જાયેલી અછતને લીધે લોકોમાં ભારે હાલાકી અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


સ્થિતિને કાબૂમાં લેવા માટે પેટ્રોલ પંપના સંચાલકો દ્વારા વાહનોમાં ઈંધણ આપવાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. જે મુજબ, બાઈક માટે માત્ર ૧૦૦ રૂપિયાનું અને ફોર-વ્હીલર ગાડી માટે ૫૦૦ રૂપિયાનું જ પેટ્રોલ-ડીઝલ આપવામાં આવી રહ્યું છે, જ્યારે ખેતીકામ માટે મહત્વના એવા ટ્રેક્ટરમાં વધુમાં વધુ ૭૦૦ રૂપિયાનું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. પુરવઠો મર્યાદિત હોવાના કારણે આ નિયમ લાગુ કરાતા વાહનચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

Advertisement