Advertisement

બનાસકાંઠાના દાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપની સત્તા, કોંગ્રેસે લગાવ્યો ગંભીર આરોપ

બનાસકાંઠાના દાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભાજપની સત્તા, કોંગ્રેસે લગાવ્યો ગંભીર આરોપ

બનાસકાંઠા, ગુજરાત: બનાસકાંઠાના દાંતા તાલુકા પંચાયતમાં 31 વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી સત્તા કબજે કરી છે. તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના 10-10 સભ્યો વિજેતા બનતા ટાઈ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે અંતિમ ક્ષણે કોંગ્રેસના એક સભ્ય ગેરહાજર રહેતા ભાજપને સીધો ફાયદો મળ્યો અને સત્તા સ્થાપિત કરવામાં સફળતા મળી હતી.


આ સમગ્ર રાજકીય ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસે ભાજપ પર તેમના સભ્યને ઉઠાવી જવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આ મુદ્દે સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ભાજપે 31 વર્ષ બાદ દાંતા તાલુકા પંચાયત પર ફરી ભગવો લહેરાવતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


પ્રમુખ પદ માટે ભાજપના પિન્કી ચૌધરી વિજેતા જાહેર થયા છે, જ્યારે ઉપપ્રમુખ પદે ભાજપના ભરતકુમાર રાણાની વરણી કરવામાં આવી છે. દાંતા તાલુકા પંચાયતની આ ચૂંટણી હવે સમગ્ર બનાસકાંઠાના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગઈ છે.

Advertisement