Advertisement

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાં “ફ્યુચર ઓફ સ્પેસ ટેકનોલોજી: બેયોન્ડ અર્થ” વિષય પર વ્યાખ્યાન યોજાયું

બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાં “ફ્યુચર ઓફ સ્પેસ ટેકનોલોજી: બેયોન્ડ અર્થ” વિષય પર વ્યાખ્યાન યોજાયું

ચારુતર વિદ્યામંડળ સંચાલિત બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે પ્રિન્સિપાલ પ્રો.એસ.બી.જુન્નારકર ચેર "દ્વિતીય પુષ્પ" અંતર્ગત ફ્યુચર ઓફ સ્પેસ ટેકનોલોજી: બેયોન્ડ અર્થ વિષય પર વક્તવ્ય યોજાયું.


 આ પ્રસંગે મુખ્ય તરીકે એન્જીનીયર શ્રી ભીખુભાઇ પટેલ(અધ્યક્ષ,ચારુતર વિદ્યામંડળ).એન્જિનિયર દર્શન પટેલ (ગ્રુપ ડાયરેક્ટર, CISG/CITA, SAC-ISRO ), ડૉ.વિનય જે.પટેલ (પ્રિન્સિપાલ,બી..વીએમ),શ્રી જસમત વીડિયા(સિવિલ,1985), ડૉ.ઈંદ્રજિત એન.પટેલ (પ્રોવોસ્ટ, સીવીએમ યુનિ.),શ્રી ભાસ્કર દેસાઈ (માનદ મંત્રી, BVMAA ), શ્રી વિનોદ પંચાસરા (માનદ સહમંત્રી, BVMAA),પ્રોગ્રામ કન્વીનર્સ ડૉ.તન્મય પવાર(હેડ,ઇલેક્ટ્રોનિક્સ એન્જી),ડૉ.ભાર્ગવ ગોરડિયા(હેડ,ઇસી એન્જી),પ્રોગ્રામ કોર્ડીનેટર્સ ડૉ.મેહફૂઝા હોલિયા તથા ડૉ.દર્શન દલવાડી ઉપસ્થિત રહ્યા હતા.



  આ પ્રસંગે ડૉ.ભાર્ગવ ગોરડીયા એ ઉપસ્થિત મહાનુભાવો નો પરિચય આપ્યો હતો .એન્જિનિયર ભીખુભાઈ પટેલે સૌને શુભેચ્છા પાઠવી હતી તથા જણાવ્યું હતું કે એ સમયે પ્રોફેસર જુન્નારકર એ સમયે કરાચી માંથી વિદ્યાનગર એકમાત્ર શિક્ષણ ક્ષેત્રમાં અપલીફ્ટમેન્ટ માટે વિદ્યાનગર સ્થાયી થયા હતા. 


ઉપરોક્ત પ્રસંગે સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર વિનય જે પટેલે જણાવ્યું હતું કે ઉપરોક્ત ઇવેન્ટ નું આયોજન એ માત્ર પ્રોફેસર એસ બી જુન્નારકર ને શ્રદ્ધાંજલિ નથી પણ શિક્ષણ જગતમાં તેમનું કન્ટ્રીબ્યુશન માટેનો અનુગ્રહ વ્યક્ત કરવા માટેનું માધ્યમ છે .વર્ષ 1948 માં સ્થપાયેલી બીવીએમ તેના સમૃદ્ધ વારસો તથા એજ્યુકેશનલ એડવાન્સમેન્ટ માટે જાણીતી છે .બીવીએમ એ એકેડેમિક એક્સેલેન્સ નોલેજ ઇનોવેશન તથા ગ્રોથ નો સુભગ સમન્વય છે તેમણે દાતાશ્રીઓનો શ્રી દિનેશ પટેલ (સિવિલ,1974)તથા શ્રી જસમત વીડિયા નો આભાર વ્યક્ત કર્યો હતો.


ઉપરોક્ત પ્રસંગે શ્રી દર્શન પટેલે એપોલો મિશન 19 69 થી લઈને સેટેલાઈટ કોમ્યુનિકેશનમાં ઈસરોની હરણફાળ એ સાથે જ શરૂઆત ઇસરોના વિવિધ મિશન ચંદ્રયાન 1 ચંદ્રયાન ટુ ચંદ્રયાન 3 ની વિશેષતાઓ તેની અલગ અલગ એપ્લિકેશન તથા તેમાં ઉપયોગમાં લેવાયેલી ટેકનોલોજી વિશે સૌને માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું ચંદ્રયાન 3 એ ચંદ્ર પર દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર પ્રથમ ભારતીય સેટેલાઈટ છે ભારત દેશમાં અલગ અલગ શહેરોમાં ઇસરોની બ્રાન્ચીસ આવેલી છે જેમાં અમદાવાદ ખાતે સ્પેસ એપ્લિકેશન સેન્ટર પેક ખાતે સેટેલાઈટ નો પહેલો ડિઝાઇન કરવામાં આવે છે તેમણે AI ઇનેબલ પેલોડ NISAR (ISRO-NASA) મિશન જેમાં S-બેન્ડ માં ઇન્ડિયા નું પ્રદાન ,લોન્ચ વ્હીકલ ટેકનોલોજી SLV-3 થી લઈને SSLV સુધી, સેટેલાઇટ ઇમેજિંગ કે જેમાં 72 મીટર થી લઈને 0.3 મીટર જેટલા રિઝોલ્યુશન ની સફળતા, સેટેલાઈટ લેન્ડિંગ પ્રોસેસમાં કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશનમાં કંટ્રોલ સિસ્ટમ ની જરૂરિયાત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ઉપરના લેવલ પર કોન્ટમ કોમ્પિટિટિવ નું મહત્વ ઉપરાંત ગગનયન મંગલયાન થ્રી શુક્રયાન ભારતીય એવીએશન સ્ટેશન વિશે રસપ્રદ માહિતી આપી હતી. આ ઉપરાંત તેમણે વિદ્યાર્થી કાળમાં પોતે ડોક્ટરના પુત્ર હોવા છતાં ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ ક્ષેત્રે બીવીએમ ની પસંદગી તથા વર્ષ 1988 માંથી ઇલેક્ટ્રોનિક્સ માંથી સફળતાપૂર્વક એન્જિનિયરિંગ પૂર્ણ કરવામાં તથા તથા તેમની કારકિર્દીના ઘડતરમાં જેમનો સિંહ ફાળો રહ્યો છે એવા બીવીએમ ના એ વખતના પ્રિન્સિપાલ પ્રોફેસર ધોળકિયા તથા અન્ય પ્રોફેસરોનો આભાર વ્યક્ત કર્યો હતો.


તેમણે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષો થી બીવીએમ નો વિદ્યાર્થીઓ ઇસરોમાં ઇન્ટરશીપ કરી રહ્યા છે તથા તેમની ટેકનિકલ સ્કીલ અને મહેનત પ્રસંશનીય છે. કાર્યક્રમનું સંચાલન પ્રો. ધરીતા પટેલે કહ્યું હતું અંતે ડૉ.તન્મય પવાર એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે ચારુતર વિદ્યામંડળ ના અધ્યક્ષ એન્જિનિયર ભીખુભાઈ પટેલ તથા અન્ય હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement