અયોધ્યા રામ મંદિરના દાનની ચોરીનો કેસ હવે વધુ ગંભીર બની ગયો છે!

અયોધ્યા રામ મંદિરના દાનની ચોરીનો કેસ હવે વધુ ગંભીર બની ગયો છે!

અયોધ્યા રામ મંદિરના દાનની ચોરીનો કેસ હવે વધુ ગંભીર બની ગયો છે!

પોલીસે ફૈઝાબાદ જિલ્લા કોર્ટમાં 73,480 પાનાંની ચાર્જશીટ દાખલ કરી છે અને તપાસમાં CCTVથી લઈને મોબાઇલ ચેટ તથા બેંક ટ્રાન્ઝેક્શન સુધીના પુરાવા રજૂ કર્યા છે.

પોલીસના દાવા પ્રમાણે, દાનની રકમ બહારની કોઈ વ્યક્તિએ નહીં, પરંતુ દાનની ગણતરી અને નોટોની છટણીની કામગીરી સાથે જોડાયેલા કર્મચારીઓએ જ હટાવી હતી.

આ સમગ્ર મામલો 4 જૂન 2026ના રોજ સામે આવ્યો હતો.

કાઉન્ટિંગ રૂમમાં નોટોના બંડલ છુપાવતા કર્મચારીઓને એક કર્મચારીએ જોયા હતા.

આનંદ ચૌધરીએ આ અંગે તત્કાલીન ટ્રસ્ટ મહાસચિવ ચંપત રાયને જાણ કરી અને વીડિયો પણ મોકલ્યો હતો.

ત્યારબાદ CCTV તપાસવામાં આવ્યા તો પોલીસના જણાવ્યા પ્રમાણે દાનની રકમ સાથે છેડછાડની 105 ઘટનાઓ કેમેરામાં કેદ થયેલી મળી!

આ ઉપરાંત 173 સાક્ષીઓના નિવેદનો પણ નોંધાયા.

તપાસમાં માત્ર CCTV જ નહીં…

મોબાઇલ ચેટ, કોલ ડિટેઇલ, બેંક ખાતાં, મિલકતો અને જપ્ત કરાયેલા સામાનને પણ પુરાવા તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

પોલીસના દાવા મુજબ, કેટલાક આરોપીઓ વચ્ચે નોટોના બંડલ છુપાવવા, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા અને અદલાબદલી કરવા અંગેની વાતચીત મળી છે.

આરોપીઓની સંપત્તિ અંગે પણ ચાર્જશીટમાં અનેક દાવા કરવામાં આવ્યા છે.

કોઈના ખાતામાં લાખો રૂપિયાની રોકડ જમા થવાનો ઉલ્લેખ છે, તો કોઈના નામે જમીન, મકાન, કાર, બાઈક, કેમેરા અને દાગીનાની ખરીદી સાથે ચોરીની રકમને જોડવામાં આવી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે અવિનાશ શુક્લા CCTVમાં 85 વખત દાનની રકમ હટાવતો અને ચાર વખત અન્ય આરોપીઓને મદદ કરતો જોવા મળ્યો. તેની નિશાનદેહી પર રોકડ, વિદેશી ચલણ અને દાગીના સહિત સામાન જપ્ત કર્યાનો પોલીસનો દાવો છે.

બીજી તરફ, લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા, કરુણેશ પાંડે અને રમાશંકર મિશ્રા સહિત અન્ય આરોપીઓની નાણાકીય લેવડદેવડ અને મિલકતોની પણ તપાસ કરવામાં આવી છે.

મહત્વની વાત એ છે કે પૂર્વ ટ્રસ્ટ મહાસચિવ ચંપત રાય, ડૉ. અનિલ મિશ્રા અને ગોપાલ રાવને આરોપી નહીં પરંતુ સાક્ષી બનાવવામાં આવ્યા છે.

અને ચાર્જશીટમાં પોલીસે મંદિરના કિંમતી આભૂષણો ગાયબ થયાની વાતને નકારી કાઢી છે.

આ કેસમાં રામશંકર યાદવ ઉર્ફે ટિન્નુ, અનુકલ્પ મિશ્ર, લવકુશ મિશ્ર, મનીષ યાદવ, કરુણેશ પાંડે, રમાશંકર મિશ્ર, અવિનાશ શુક્લ અને નિવૃત્ત બેંકકર્મી સુભાષ શ્રીવાસ્તવ સામે કેસ નોંધાયો છે.

હવે 73,480 પાનાંની આ ચાર્જશીટમાં કોર્ટ સમક્ષ રજૂ કરાયેલા પુરાવા અને આરોપો પર આગળની કાયદાકીય કાર્યવાહી શું થાય છે… તેના પર સૌની નજર છે.