વૈભવ સૂર્યવંશીની ‘ડોરેમોન’ પોસ્ટ વાયરલ, શું કોચ ગંભીર પર કર્યો કટાક્ષ?

વૈભવ સૂર્યવંશીની ‘ડોરેમોન’ પોસ્ટ વાયરલ, શું કોચ ગંભીર પર કર્યો કટાક્ષ?

વૈભવ સૂર્યવંશીની ‘ડોરેમોન’ પોસ્ટ વાયરલ, શું કોચ ગંભીર પર કર્યો કટાક્ષ?

ભારતીય ક્રિકેટનો યંગ સેન્સેશન વૈભવ સૂર્યવંશી આજકાલ માત્ર પોતાની બેટિંગને કારણે જ નહીં, પરંતુ એક સોશિયલ મીડિયા પોસ્ટને લઈને પણ ચર્ચામાં છે.

વૈભવે જાપાનની રાજધાની ટોકિયોથી કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને કેપ્શનમાં લખ્યું—“નોબિતાના શહેરથી રિપોર્ટિંગ.” પોસ્ટમાં ડોરેમોનની તસવીર પણ જોવા મળી રહી છે.

પરંતુ પોસ્ટની છેલ્લી તસવીરે ફેન્સનું ખાસ ધ્યાન ખેંચ્યું. તેમાં લખ્યું હતું—

“જો પ્લાન A ફેલ થાય તો યાદ રાખો... બીજા 25 સેકન્ડ વધ્યા છે...”

આ તસવીરને લઈને સોશિયલ મીડિયા પર અલગ-અલગ ચર્ચા શરૂ થઈ છે. કેટલાક ફેન્સે આને કોચ ગૌતમ ગંભીર અને ટીમ મેનેજમેન્ટ પર કટાક્ષ તરીકે પણ જોયું છે.

કારણ કે અફઘાનિસ્તાન સામેની ત્રણેય મેચ અને જાપાન સામેની ફ્રેન્ડલી મેચમાં વૈભવને રમવાની તક મળી નહોતી. જોકે, વૈભવે પોતાની પોસ્ટમાં ક્યાંય પણ ગંભીર કે ટીમ મેનેજમેન્ટનો સીધો ઉલ્લેખ કર્યો નથી.

બીજી તરફ, ડોરેમોનને લઈને વૈભવનો બાળપણનો પ્રેમ પણ ચર્ચામાં છે. વૈભવ અગાઉ કહી ચૂક્યો છે કે મેચ પહેલાં કાર્ટૂન જોવાની તેની આદત છે અને તે તેને રિલેક્સ રહેવામાં મદદ કરે છે.

વૈભવ હાલમાં માત્ર 15 વર્ષનો છે અને એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય ટીમનો ભાગ છે. ટોકિયોથી આવેલી તેની ડોરેમોનવાળી પોસ્ટને ફેન્સનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે અને પોસ્ટને 16 લાખથી વધુ લાઇક્સ મળી હોવાનું જણાવાઈ રહ્યું છે.

એટલે પોસ્ટ માત્ર ડોરેમોનના પ્રેમને કારણે વાયરલ થઈ છે કે પછી તેમાં કોઈ છુપાયેલો સંદેશ પણ છે?

આ વાતનો જવાબ તો વૈભવ જ આપી શકે!