Advertisement

અમરેલી પંથકમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.1 તીવ્રતા નોંધાઈ

અમરેલી પંથકમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.1 તીવ્રતા નોંધાઈ


સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં રવિવાર, 29 માર્ચ 2026ના રોજ સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ (ISR) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્રબિંદુ અમરેલીથી લગભગ 42 કિલોમીટર દૂર દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં હતું. આ ભૂકંપ જમીનની અંદર અંદાજે 11.6 કિલોમીટર ઊંડાઈએ નોંધાયો હતો. સાંજે લગભગ 4:10 વાગ્યે આંચકો અનુભવાતા કેટલાક વિસ્તારોમાં લોકોને હળવો કંપન અનુભવાયો હતો.


ભૂકંપના આંચકાને કારણે કેટલાક ગામોમાં લોકો થોડા સમય માટે ગભરાઈને ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે, તંત્રના જણાવ્યા અનુસાર હાલ સુધી કોઈ જાનહાનિ અથવા સંપત્તિને નુકસાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.


ભૂકંપ અંગેની વધુ વિગતો માટે ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચની અધિકૃત વેબસાઈટ isr.gujarat.gov.in પર માહિતી મેળવી શકાય છે.

Advertisement