અમદાવાદીઓ, 7થી 10 સપ્ટેમ્બર વચ્ચે ઘરની બહાર નીકળવાનું હોય તો પ્લાનિંગ હમણાંથી કરી લેજો! કારણ કે શહેરના રસ્તાઓ પર રિક્ષાનાં પૈડાં થંભી જવાના છે.
અમદાવાદમાં રીક્ષા ચાલકોએ ચાર દિવસની મોટી હડતાળનું એલાન કર્યું છે. લાંબા સમયથી ચાલી રહેલી પડતર માંગણીઓનો ઉકેલ ન આવતા ડ્રાઇવર એસોસિએશને હવે આંદોલનનો રસ્તો અપનાવ્યો છે.
માત્ર કેટલાક ડ્રાઇવરો નહીં... શહેરના મોટા રીક્ષા સંચાલકોએ પણ હડતાળને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
એટલે 7, 8, 9 અને 10 સપ્ટેમ્બર દરમિયાન રોજિંદા અપ-ડાઉન કરતા મુસાફરોની મુશ્કેલી વધી શકે છે.
ખાસ કરીને બસ સ્ટેશન, રેલવે સ્ટેશન કે અન્ય જાહેર સ્થળોએ પહોંચવાનું હોય, તો છેલ્લી ઘડીએ રિક્ષા શોધવામાં મુશ્કેલી પડી શકે છે.
એટલે અમદાવાદીઓ...
ચાર દિવસ માટે રિક્ષા પરનો ભરોસો ઓછો અને વૈકલ્પિક વ્યવસ્થાનો પ્લાન વધારે રાખજો!
કારણ કે શહેરમાં રસ્તા ખુલ્લા હશે...
પણ રિક્ષાનાં પૈડાં થોભેલા હશે!