અમદાવાદ રથયાત્રાની સુરક્ષામાં હવે AIની એન્ટ્રી! બહારથી આવતા હજારો પોલીસકર્મીઓના ડ્યુટી અને રહેવા સંબંધિત પ્રશ્નોના જવાબ આપશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

અમદાવાદ રથયાત્રાની સુરક્ષામાં હવે AIની એન્ટ્રી! બહારથી આવતા હજારો પોલીસકર્મીઓના ડ્યુટી અને રહેવા સંબંધિત પ્રશ્નોના જવાબ આપશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ

અમદાવાદની જગન્નાથજી રથયાત્રાના બંદોબસ્તમાં હવે AI પોલીસની મદદ કરશે! બહારના જિલ્લાઓથી આવતા 4500થી વધુ પોલીસકર્મીઓની ડ્યુટી, રહેવા-જમવાની વ્યવસ્થા અને રિપોર્ટિંગ અધિકારી સહિતની તમામ માહિતી નવી ‘રથયાત્રા વોઈસ AI’ સિસ્ટમ દ્વારા ફોન પર જ મળશે. રજિસ્ટર્ડ નંબર પરથી કોલ કરતાં ‘જય જગન્નાથ’થી સ્વાગત કરી AI પોલીસકર્મીને તેની વ્યક્તિગત અને સચોટ માહિતી આપશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તૈયાર કરાયેલી આ સ્માર્ટ સિસ્ટમથી રથયાત્રાનું પોલીસ મેનેજમેન્ટ વધુ સરળ બનશે.