આણંદના વિદ્યાનગર વિસ્તારમાં આવેલા જલારામ સોસાયટીના એક મકાનમાં અચાનક આગ લાગતા હાહાકાર મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર કંટ્રોલ રૂમમાં કોલ મળતા તાત્કાલિક ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ફાયર ઓફિસરના માર્ગદર્શન હેઠળ ટીમે ઝડપી કાર્યવાહી કરીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.