આણંદના સાંસદ મિતેશ પટેલે મૃતકોના પરિવારોની મુલાકાત લઈ સરકારી સહાયની ખાતરી આપી

આણંદના સાંસદ મિતેશ પટેલે મૃતકોના પરિવારોની મુલાકાત લઈ સરકારી સહાયની ખાતરી આપી

આણંદના સાંસદ મિતેશ પટેલે મૃતકોના પરિવારોની મુલાકાત લઈ સરકારી સહાયની ખાતરી આપી

અમદાવાદમાં ગત ગુરુવારે થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં આણંદ જિલ્લાના 33 મુસાફરોનું મૃત્યુ થયું છે. આણંદના સાંસદ મિતેશ પટેલે મૃતકોના પરિવારજનોની ઘરે જઈને મુલાકાત લીધી હતી. તેમણે પરિવારજનો સાથે શોક વ્યક્ત કર્યો હતો.

સાંસદે દુઃખની આ ઘડીમાં પરિવારો સાથે સંવેદના વ્યક્ત કરી. તેમણે તમામ જરૂરી સહાય અને પ્રયાસો કરવાની નિષ્ઠાપૂર્વક બાહેંધરી આપી. સાંસદે સદગતોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી.

સાંસદે જણાવ્યું કે ગુજરાત સરકાર પરિવારજનો માટે સંપૂર્ણપણે સક્રિય છે. કલેક્ટર અને લાયઝન અધિકારીઓ પરિવારજનોના સતત સંપર્કમાં છે. DNA ટેસ્ટ દ્વારા મૃતકોની ઓળખ થયા બાદ પાર્થિવ દેહ પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે. અંતિમ સંસ્કારની વિધિ પણ કરવામાં આવશે.