આણંદ, સોમવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનોને વર્ષ 2026- 27 માટે કોઈપણ પ્રકારનો વધારાનો વેરો ભરવાનો ન થાય અને વેરાનો દર યથાવત રાખવામાં આવે તેમ આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિંદ બાપના સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી હતી.
આણંદના ધારાસભ્ય શ્રી ની રજૂઆત ધ્યાને લઈ મહાનગરપાલિકાના કમિશનર શ્રી દ્વારા હકારાત્મક નિર્ણય લઈને વર્ષ 2026- 27 માટે કોઈપણ પ્રકારનો વેરો વધારવામાં આવશે નહીં તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.
આમ, કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા રહીશોને આણંદના ધારાસભ્યશ્રીની રજૂઆતને પગલે કોઈપણ પ્રકારનો વધારાનો આર્થિક બોજો પડશે નહીં.
આણંદ ના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે જણાવ્યું કે મારી વ્યાજબી માંગણી ને મહાનગરપાલિકાના કમિશનર શ્રી દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે તે મનપા વિસ્તારમાં રહેતા નગરજનો માટે આનંદના સમાચાર છે, તેમ ધારાસભ્ય શ્રીએ વધુમાં ઉમેર્યું છે.
મહાનગરપાલિકા વિસ્તારના નગરજનોને મનપાના કમિશનર શ્રી અને આણંદના ધારાસભ્ય શ્રી દ્વારા ગત વર્ષ સુધીનો બાકી વેરો ભરવાનો બાકી હોય તેમણે તાકીદે જમા કરાવવા પણ જણાવ્યું છે.