આણંદ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરધારની પ્રવૃત્તિઓ સામે જનજાગૃતિ લાવવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અંતર્ગત લોન મેળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં નાગરિકોને કાયદેસર રીતે લોન મેળવવાની પ્રક્રિયા, તેના ફાયદા અને ગેરકાયદેસર ધિરાણથી થતા જોખમો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. પોલીસ વિભાગે લોકોને જાગૃત કરતા જણાવ્યું કે ગેરકાયદેસર નાણાં ધીરધારની પ્રવૃત્તિઓથી દૂર રહી કાયદેસર માધ્યમોનો જ ઉપયોગ કરવો જોઈએ, જેથી કોઈ પણ પ્રકારની છેતરપિંડી અથવા આર્થિક નુકસાનથી બચી શકાય.
આણંદ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર નાણાં ધીરધારની પ્રવૃત્તિ વિરુદ્ધ જન જાગૃતિ તથા લોન મેળા કાર્યક્રમનું આયોજન કરાયું!!