Advertisement

આણંદ જીલ્લા ભાજપા મહિલા મોર્ચા પ્રમુખનું રાજીનામું

આણંદ જીલ્લા ભાજપા મહિલા મોર્ચા પ્રમુખનું રાજીનામું

આણંદ જિલ્લા ભાજપામાં મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર જોવા મળ્યો છે, જેમાં મહિલા મોર્ચા પ્રમુખ મયુરીબેન પટેલે કોર્પોરેશનની ટિકિટ મળતા પોતાના પદેથી રાજીનામું આપ્યું છે. ‘એક વ્યક્તિ, એક હોદ્દો’ના નિયમને અનુસરી તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલને રાજીનામું સુપરત કર્યું હતું. તેમના આ નિર્ણયને સંગઠન શિસ્ત અને જવાબદારીનું ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.

મયુરીબેન પટેલની મહિલા મોર્ચા પ્રમુખ તરીકેની કામગીરીને જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલે બિરદાવી હતી અને તેમના કાર્યકાળને સફળ ગણાવ્યો હતો. હવે ભાજપ દ્વારા તેમને કરમસદ-આણંદ મનપાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાને ઉતારવામાં આવ્યા છે, જ્યાં તેઓ નવી જવાબદારી સાથે જનસમર્થન મેળવવા માટે સક્રિય બની રહ્યા છે.

Advertisement