આકલાવ રેન્જ ખાતે ગંભીરા ભાઠા વિસ્તારમાં નીલગાય શિકારના ગુન્હામાં 4 આરોપીઓની જામીન અરજી રદ કરાઈ

આકલાવ રેન્જ ખાતે ગંભીરા ભાઠા વિસ્તારમાં નીલગાય શિકારના ગુન્હામાં 4 આરોપીઓની જામીન અરજી રદ કરાઈ

આણંદ : આણંદ જિલ્લામાં આવેલ સામાજિક વનીકરણ હેઠળની આકલાવ રેન્જ ખાતે તારીખ 15/3 /2026 ના રોજ ગંભીરા ભાઠા વિસ્તારમાં નીલગાય અનુસૂચિ 2 ના શિકાર ના ગુન્હામાં 4 આરોપીઓ ની અટક કરવામાં આવેલ હતી અને તેઓ વિરુદ્ધ વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ 1972 (સુધારા 2022 ) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. 


જેના અનુસંધાને સામાજિક વનીકરણ વિભાગ આણંદના નાયબ વન સંરક્ષકની સૂચના મુજબ અને મદદનીશ વન સંરક્ષકશ્રીના માર્ગદર્શન અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી રાધિકા જોષી તપાસ અધિકારી અને આંકલાવ વન વિભાગ ટીમ શ્રી મુકેશ પટેલ, વનપાલ આંકલાવ શ્રી પી. બી.રાઠવા, વનપાલ ગંભીરા શ્રી ડી.પી. ચૌહાણ, વનરક્ષક, આંકલાવ અને ગુનો નોંધનાર શ્રી આર.વી. પરમાર ને સાથે રાખીને ગંભીરા ખાતે (૧) અશરફ ખાન હરિભાઈ રાજ (૨) લાલસિંહ પ્રતાપસિંહ મહિડા (૩) અરબાઝ ખાન દિનેશભાઈ રાજ (૪) અશફાક હુસેન આસિફ મિયા મલેક (૫) અનવર ભાઈ ઉર્ફે બાધર હુસેન ભાઈ વેરિયા એમ કુલ 5 આરોપી ને વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ (એમાઇડમેન્ટ 2022)ના શિકારનો ગુન્હો નોંધી કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવેલ હતા.


જ્યાં તેમની જામીન અરજી તા.૨૦/૩/૨૦૨૬ ના રોજ રદ કરવામાં આવેલ છે અન્ય એક આરોપી ફારૂક લિયાકત અલી સૈયદ, રહેવાસી વેરાખાડી આ કેસમાં ફરાર થયેલ છે, જેની જેની સઘન તપાસ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે, તેમ આકલાવ રેન્જ ફોરેસ્ટ ઓફિસરશ્રીની યાદીમાં જણાવાયુ છે.