આ વખતે કાનુડો ઝૂલશે… પણ ચાંદીના ઝુલામાં!
જન્માષ્ટમી આવે એટલે લાલાને ઝૂલાવવાની તૈયારી શરૂ… પણ સુરતમાં આ વખતે ભક્તિનો અંદાજ જરા શાહી છે!
સુરતના જ્વેલર્સ બજારમાં ચાંદીના પારણાંની ધૂમ ખરીદી જોવા મળી રહી છે. નાનકડા 11 ગ્રામના પારણાથી લઈને 2 કિલો સુધીના ભવ્ય પારણાં તૈયાર કરવામાં આવ્યા છે.
કિંમત સાંભળીને તમે પણ કહેશો—
“કાનુડાનું પારણું છે કે મહારાજાનો ઝૂલો?”
કારણ કે આ પારણાંની કિંમત ₹5 હજારથી શરૂ થઈને ₹7-8 લાખ સુધી પહોંચી રહી છે.
પણ વાત માત્ર ભક્તિની નથી… અહીં ભક્તિ સાથે ઇન્વેસ્ટમેન્ટનો પણ ટ્વિસ્ટ છે. ચાંદીના ભાવ સ્થિર થતાં ભક્તો લાલા માટે પારણું ખરીદવાની સાથે ચાંદીમાં રોકાણ પણ કરી રહ્યા છે.
અને મધ્યમ વર્ગ માટે પણ ઝવેરીઓએ કાઢ્યો છે જબરદસ્ત જુગાડ—વુડન બેઝ પર ચાંદીનું લેયરિંગ! દેખાવ શાહી, ચાંદીનો સ્પર્શ અને બજેટ પણ કાબૂમાં.
તો આ જન્માષ્ટમીએ સુરતમાં એક વાત નક્કી છે…
કાનુડો આવશે, મટકી ફોડશે અને પછી ચાંદીના પારણામાં ઝૂલશે!