વડોદરામાં ફરી રક્ષિતકાંડ થતાં રહી ગયો: નશામાં ધુત નબીરાએ 3 વાહનને અડફેટે લીધા 3 ઈજાગ્રસ્ત, રોષે ભરાયેલા ટોળાએ આરોપીને મેથીપાક ચખાડ્યો

વડોદરામાં ફરી રક્ષિતકાંડ થતાં રહી ગયો: નશામાં ધુત નબીરાએ  3 વાહનને અડફેટે લીધા 3 ઈજાગ્રસ્ત, રોષે ભરાયેલા ટોળાએ આરોપીને મેથીપાક ચખાડ્યો


વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે 4 એપ્રિલની રાત્રે ચિક્કાર દારૂ પીને બેફામ સ્પીડમાં જઈ રહેલા કારચાલકે 2 ટૂ-વ્હીલર અને એક કારને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતાં. ઘટનાને પગલે આસપાસથી લોકો એકત્ર થઈ ગયા હતા અને નશામાં ધૂત કારચાલકને મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ થતાં માંજલપુર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
અકસ્માત બાદ ગાંડા કાઢતાં લોકોએ ફટકાર્યો
ગત રાત્રિના સમયે નશાની હાલતમાં ઓફિસથી ફુલ સ્પીડમાં કાર ચલાવીને ઘરે જઈ રહેલાં ગૌરવ મુકેશભાઈ પટેલે વડસર બ્રિજ પાસે બે ટુ-વ્હીલરને અડફેટે લીધા હતાં. બાદમાં અન્ય એક કારને પણ પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને કારચાલક ગૌરવ કારમાંથી બહાર કાઢ્યો હતો. આ સમયે ગૌરવ પટેલ ફૂલ દારૂના નશાની હાલમાં હોવાથી અને લોકો સામે ગાંડાં કાઢતાં રોષે ભરાયેલા લોકોએ તેને મેથીપાક ચખાડ્યો હતો. બાદમાં પોલીસે સ્થળે પહોંચીને આરોપી ગૌરવ પટેલની ધરપકડ કરી હતી અને વધુ તપાસ માટે સ્ટેશન લઈ ગઈ હતી છે.