વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં મોડી રાત્રે ભારતની જીતના જશ્ન દરમિયાન અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. હજારો લોકો તિરંગા સાથે રસ્તા પર ઉતરી “ભારત માતા કી જય” અને “વંદે માતરમ”ના નારા લગાવી ઉજવણી કરી રહ્યા હતા ત્યારે લહેરીપુરા દરવાજાના ઉપરના ભાગે આગના ભડકા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને યુવકોએ ફાયર એન્જિનને રસ્તો આપી મદદ કરી હતી. થોડી જ વારમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ ફટાકડાને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વડોદરામાં ભારતની જીતના જશ્ન વચ્ચે લહેરીપુરા દરવાજા પર આગ