Advertisement

ઉમરેઠમાં કોંગ્રેસનો શક્તિ પ્રદર્શન: ભૃગૃરાજસિંહ ચૌહાણના નામાંકન પહેલાં વિજય વિશ્વાસ સંમેલન ભવ્ય રીતે યોજાયું

ઉમરેઠમાં કોંગ્રેસનો શક્તિ પ્રદર્શન: ભૃગૃરાજસિંહ ચૌહાણના નામાંકન પહેલાં વિજય વિશ્વાસ સંમેલન ભવ્ય રીતે યોજાયું

ઉમરેઠ વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ ઉમેદવાર ભૃગૃરાજસિંહ ચૌહાણના નામાંકન પહેલા વિજય વિશ્વાસ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. નાસિક વાળા હોલ ખાતે યોજાયેલી આ જાહેર સભામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર માહોલ કોંગ્રેસમય બની ગયો હતો.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરી, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી તેમજ ઇમરાન ખેડાવાળા અને કરશનબાપુ સહિતના અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. તમામ નેતાઓની ઉપસ્થિતિમાં ભૃગૃરાજસિંહ ચૌહાણ નામાંકન ભરશે, જેનાથી કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

Advertisement