Advertisement

PSI પરીક્ષા માટે મોટી જાહેરાત: કૉલ લેટર ડાઉનલોડ અંગે નવી તારીખ સામે આવી

PSI પરીક્ષા માટે મોટી જાહેરાત: કૉલ લેટર ડાઉનલોડ અંગે નવી તારીખ સામે આવી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202526/1 હેઠળ ચાલી રહેલી ભરતી પ્રક્રિયા અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) અને લોકરક્ષક (LRD) કેડરની શારીરિક કસોટીમાં મોટી સંખ્યામાં ઉમેદવારો સફળ થયા બાદ હવે PSIની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.


ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ PSI કેડરની પેપર-1 અને પેપર-2ની લેખિત પરીક્ષા 19 એપ્રિલ, 2026ના રવિવારના રોજ યોજાશે. આ પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો માટે કૉલ લેટર 13 એપ્રિલ, 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી સત્તાવાર વેબસાઈટ ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.


પોલીસ ભરતી બોર્ડના જણાવ્યા મુજબ શારીરિક કસોટીમાં કુલ 1,10,665 ઉમેદવારો સફળ થયા છે, જેમાં 74,591 પુરુષ ઉમેદવારો અને 36,074 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે. હવે આ તમામ ઉમેદવારો આગામી લેખિત પરીક્ષામાં ભાગ લેશે.


ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ સમયસર કૉલ લેટર ડાઉનલોડ કરી પરીક્ષા સંબંધિત સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચે. ભરતી પ્રક્રિયા અને પરીક્ષા અંગેની વધુ માહિતી માટે ઉમેદવારો બોર્ડની સત્તાવાર વેબસાઈટ gprb.gujarat.gov.in પર મુલાકાત લઈ શકે છે.

Advertisement