ટીમ ઈન્ડિયાના સ્પિનર કુલદીપ યાદવના લગ્ન બાદ લખનઉમાં ભવ્ય રિસેપ્શન યોજાયું, જેમાં ક્રિકેટ અને રાજકીય ક્ષેત્રની મોટી હસ્તીઓ હાજર રહી હતી. કુલદીપે 14 માર્ચે મસૂરીમાં પોતાની બાળપણની મિત્ર વંશિકા સાથે લગ્ન કર્યા હતા.
રિસેપ્શનમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ હાજર રહ્યા અને દંપતીને આશીર્વાદ આપ્યા હતા.
ક્રિકેટ જગતમાંથી ગૌતમ ગંભીર, યશસ્વી જયસ્વાલ, શિખર ધવન અને રવિન્દ્ર જાડેજા સહિતના સ્ટાર ખેલાડીઓએ પણ હાજરી આપી હતી, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં લગભગ 900 મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને VVIP મહેમાનોને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા સાથે ચાર ચાર્ટર્ડ પ્લેનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
લગ્ન બાદ કુલદીપ યાદવનું ભવ્ય રિસેપ્શન: લખનઉમાં યોગી-અખિલેશથી લઈ ક્રિકેટ સ્ટાર્સનો જમાવડો