Advertisement

કરમસદ-આણંદ મનપા ચૂંટણીમાં ઉમેદવારી મળતા વિકાસભાઈ પટેલે કિસાન મોરચા કાર્યાલય મંત્રી પદેથી આપ્યું રાજીનામું

કરમસદ-આણંદ મનપા ચૂંટણીમાં ઉમેદવારી મળતા વિકાસભાઈ પટેલે કિસાન મોરચા કાર્યાલય મંત્રી પદેથી આપ્યું રાજીનામું

ભારતીય જનતા પાર્ટીના શિસ્તબદ્ધ સંગઠન અને ‘એક વ્યક્તિ, એક હોદ્દો’ના નિયમને અનુસરી આણંદ જિલ્લા ભાજપમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આણંદ જિલ્લા કિસાન મોરચાના કાર્યાલય મંત્રી વિકાસભાઈ પટેલને કરમસદ-આણંદ મહાનગરપાલિકાની આવનારી ચૂંટણીમાં પક્ષ દ્વારા ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પક્ષ દ્વારા આપવામાં આવેલી આ નવી જવાબદારીને લઈને સંગઠનમાં સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે.

ઉમેદવારી મળતા જ વિકાસભાઈ પટેલે નૈતિકતા દાખવી પોતાના કિસાન મોરચાના કાર્યાલય મંત્રી પદેથી સ્વૈચ્છિક રાજીનામું જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલને સુપરત કર્યું છે. તેમના આ નિર્ણયને પાર્ટીના સિદ્ધાંતો પ્રત્યેની પ્રતિબદ્ધતા તરીકે જોવામાં આવી રહ્યો છે, જ્યારે હવે તેઓ મનપા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતરી જનસમર્થન મેળવવા સક્રિય બનશે.

Advertisement