Advertisement

“ક્લિક, પોસ્ટ, સ્પીક: ફ્રી સ્પીચ ઇન ધ ડિજિટલ એજ- ફ્રીડમ ઓર રિસ્ક!”

“ક્લિક, પોસ્ટ, સ્પીક: ફ્રી સ્પીચ ઇન  ધ ડિજિટલ એજ- ફ્રીડમ ઓર રિસ્ક!”

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર ના અનુસ્નાતક કાયદા શાસ્ત્ર વિભાગ  દ્વારા આદરણીય કુલપતિ પ્રોફેસર ડૉ. નિરંજન પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ તથા વિભાગના વડા પ્રોફેસર ડૉ.પરેશ આચાર્ય સાહેબના પ્રોત્સાહન થી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, આનંદ અને વિનાયકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, બાકરોલના સંયુક્ત આયોજન હેઠળ તારીખ ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ  “ક્લિક, પોસ્ટ, સ્પીક: ફ્રી સ્પીચ ઇન  ધ ડિજિટલ એજ- ફ્રીડમ ઓર રિસ્ક!” વિષય પર કાયદા સુરક્ષા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માનનીય ચેરમેન જી. ડી. પડીયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગુજરાતમાં સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિડિઓઝ અને તેની કાનૂની તથા સામાજિક અસરો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ભારતીય સંવિધાનના આર્ટિકલ ૧૯ હેઠળની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા વિષે ચર્ચા કરી અને ખોટી રીતે વિડિઓ ઉતારીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાથી વ્યક્તિગત ગોપનીયતા, પ્રતિષ્ઠા અને માનસિક સ્વાસ્થ્યને થતું ગંભીર નુકસાન સમજાવ્યું.સાહેબે કેરળમાં બનેલી એક દુર્ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં એક વ્યક્તિનો બસમાં લેવાયેલ  વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તેના કારણે તે વ્યક્તિએ આત્મહત્યા કરી હતી. તેમણે જણાવ્યું કે આવા કિસ્સાઓમાં વિડિઓમાં દેખાતી વ્યક્તિ પોતાની નોકરી, સમાજમાં સ્થાન અને જીવનની શાંતિ ગુમાવી શકે છે, સોશિયલ મીડિયા પર મુકાયેલ દરેક પોસ્ટ સાચી જ હોય એવું જરૂરી નથી, તે વાત પર ખાસ ભાર મૂકવામાં આવ્યો.


કાર્યક્રમ દરમિયાન ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના ફાયદા તથા ગેરફાયદાઓ અંગે ચર્ચા કરવામાં આવી. એક ક્લિકથી અનેક સેવાઓ સરળ બની છે, પરંતુ સાથે સાથે સાયબર ક્રાઇમના ગુનાઓમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, તેમણે સ્પષ્ટ કર્યું કે સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ પર લાઈક, કોમેન્ટ અથવા શેર કરવાથી પણ ગુનાહિત જવાબદારી ઊભી થઈ શકે છે, અને આ સંદર્ભે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી અધિનિયમ અંતર્ગતના કેસોની ચર્ચા કરી. આ ઉપરાંત ચાઈલ્ડ પોર્નોગ્રાફી, POCSO એક્ટ અને બાળકોના ઑનલાઇન શોષણ સંબંધિત ગંભીર ગુનાઓ અંગે જાગૃતિ લાવવામાં આવી. સાયબર ક્રાઇમનો ભોગ બનનાર વ્યક્તિ માટે સરકાર દ્વારા ઉપલબ્ધ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવી શકાય છે, તે માહિતી પણ આપવામાં આવી.


કાર્યક્રમના અંતે સાહેબે સૌને સોશિયલ મીડિયાનો ઉપયોગ સભાન અને જવાબદારીપૂર્વક કરવા, અફવાઓ ન ફેલાવા અને ડિજિટલ પ્લેટફોર્મ પર પોતાની સ્વતંત્રતા સાથે સાથે કાનૂની મર્યાદાઓનું પણ ધ્યાન રાખવા અપીલ કરી હતી.


વિનાયકા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, બાકરોલના આચાર્ય પ્રો.ડૉ. પ્રિયા વરગીસ મેડમ વિદ્યાર્થીઓ સાથે  કાયદા સુરક્ષા જાગૃતિ નો કાર્યક્રમ માં સામેલ થયાહતા.


આ કાયદા સુરક્ષા જાગૃતિ નો કાર્યક્રમ નું સંયોજન કાયદાશાસ્ત્ર વિભાગના પ્રો. દ્વિતી વ્યાસ અને ડૉ. સ્નેહા મરાઠે દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં ૨૩૦ જેટલાં વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ , કાયદાશાસ્ત્ર ના અધ્યાપકો રાધિકા પટેલ અને શેખા ત્રિવેદી ઉપસ્થિત રહ્યાં હતાં. સૌને ડિજિટલ યુગમાં વાણી સ્વતંત્રતા અને તેની સાથે જોડાયેલા જોખમો તેમજ સોશિયલ મીડિયાનો ઉપયોગ અને દૂરઉપયોગ  અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન પ્રાપ્ત થયું.


Advertisement