Advertisement

જસદણના શિવરાજપુર પાસે ટ્રકમાંથી 108 કિલો ગાંજો પકડાયો: એકની ધરપકડ, ત્રણ ફરાર

જસદણના શિવરાજપુર પાસે ટ્રકમાંથી 108 કિલો ગાંજો પકડાયો: એકની ધરપકડ, ત્રણ ફરાર

રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ નશાના સોદાગરો સામે લાલ આંખ કરી છે. જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શિવરાજપુરથી ઘેલા સોમનાથ જવાના રસ્તે વોચ ગોઠવીને પોલીસે એક ટ્રકને અટકાવી હતી. તપાસ દરમિયાન ટ્રકમાંથી 108 કિલો ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ₹54 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટના સ્થળેથી રાજુ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી છે.


મુખ્ય મુદ્દાઓ:

કુલ મુદ્દામાલ: ગાંજો અને ટ્રક સહિત કુલ ₹84 લાખ થી વધુનો મુદ્દામાલ જપ્ત.

પોલીસ કાર્યવાહી: રાજકોટ ગ્રામ્ય SOG દ્વારા સફળ ઓપરેશન.

વોન્ટેડ: આ રેકેટમાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સો હાલ ફરાર છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement