જન્માષ્ટમી પર દ્વારકાધીશના દર્શનનો સમય બદલાયો!

જન્માષ્ટમી પર દ્વારકાધીશના દર્શનનો સમય બદલાયો!

જન્માષ્ટમી પર દ્વારકાધીશના દર્શનનો સમય બદલાયો!

આગામી 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીનો પાવન પર્વ છે. ત્યારે હજારો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન માટે દ્વારકા પહોંચવાના છે. પરંતુ જો તમે પણ દ્વારકા જવાનું પ્લાન કરી રહ્યા છો, તો મંદિરના બદલાયેલા દર્શન સમયની માહિતી ખાસ જાણી લો.

જન્માષ્ટમી નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

🔸 સવારે 6થી 8 વાગ્યા સુધી મંદિર મંગળા આરતી માટે ખુલ્લું રહેશે.

🔸 ત્યારબાદ બપોરે 1 વાગ્યા સુધી વિવિધ સ્નાન, શણગાર અને રાજભોગની વિધિ યોજાશે.

🔸 બપોરે 1થી સાંજે 5 વાગ્યા સુધી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.

🔸 સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ઉત્થાપન દર્શન શરૂ રહેશે.

🔸 ત્યારબાદ રાત્રે 12 વાગ્યે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય આરતી યોજાશે.

🔸 અને રાત્રે 2થી 2:30 વાગ્યા સુધી ભક્તો શ્રી દ્વારકાધીશના દર્શનનો લાભ લઈ શકશે.

તો જો તમે પણ જન્માષ્ટમીએ દ્વારકાધીશના દર્શન માટે દ્વારકા જઈ રહ્યા છો, તો આ સમય ખાસ નોંધી લો અને તે પ્રમાણે જ તમારું આયોજન કરો. 🦚🙏