હનુમાનજીની આ મૂર્તિ સામે વિજ્ઞાન પણ હારી ગયું!

હનુમાનજીની આ મૂર્તિ સામે વિજ્ઞાન પણ હારી ગયું!

હનુમાનજીની આ મૂર્તિ સામે વિજ્ઞાન પણ હારી ગયું!

36 કલાકના અથાક પ્રયત્નો બાદ પણ હનુમાનજીની મૂર્તિ એક ઇંચ પણ ખસી નહીં. જાણે મૂર્તિ સામે ભારે મશીનરી પણ હારી ગઈ હોય!

ઉજ્જૈનના સતીગેટ ખાતે આવેલા 170 વર્ષ જૂના મંદિરને લઈને ભારે ચર્ચા જામી છે. રસ્તો પહોળો કરવાની કામગીરી દરમિયાન મંદિરને ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

અહેવાલો અનુસાર, ત્રણ દિવસ સુધી સતત પ્રયાસો કરવા છતાં હનુમાનજીની મૂર્તિ એક ઇંચ પણ ખસી નહીં. ક્યારેક વરસાદ તો ક્યારેક અન્ય કારણોસર કામગીરીમાં વિઘ્ન આવ્યું. મોટા મશીનોની મદદથી પણ મૂર્તિને ખસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ મૂર્તિ પોતાની જગ્યાએથી એક ઇંચ પણ ખસી નહીં.

ભક્તોનું કહેવું છે કે, ઈશ્વરની મરજી વિના એક પાંદડું પણ ખસતું નથી. હનુમાનજી પોતાની જગ્યાએ અડગ રહ્યા છે.

હવે વધુ તપાસ અને સ્કેનિંગ કર્યા બાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.