અત્યાર સુધી તો આપણે સાંભળ્યું હતું કે ડુંગળી કાપીએ એટલે આંખોમાંથી આંસુ નીકળે... 🧅😭
પણ હવે કદાચ લીંબુ કાપતા પણ આંખો ભીની થવાની છે! 🍋😭
કારણ કે ડુંગળી બાદ હવે લીંબુએ પણ લોકોની આંખોમાં પાણી લાવી દીધું છે!
લીંબુના ભાવ આસમાને પહોંચતા હવે સ્થિતિ એવી બની ગઈ છે કે લોકો કિલોના હિસાબે નહીં, પરંતુ નંગના હિસાબે લીંબુ ખરીદવા મજબૂર બન્યા છે.
દક્ષિણ ભારતમાંથી ગુજરાતમાં આવતાં લીંબુની આવકમાં મોટો ઘટાડો થતાં બજારમાં લીંબુના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે.
એટલે હવે શરબત પીતા પહેલાં પણ વિચારવું પડશે...
અને સલાડમાં લીંબુ નીચોવતા પહેલાં તો ખિસ્સા પર નજર કરવી પડશે!
એક સમય હતો જ્યારે લીંબુ પાણીનો સ્વાદ વધારતું હતું...
અને હવે લીંબુના ભાવ સાંભળીને જ લોકોનું પાણી ઉતરી જાય એવી સ્થિતિ સર્જાઈ છે!