Advertisement

ગુજરાતના ન્યાયતંત્ર પર કેસોનો પહાડ: હાઈકોર્ટમાં 1.74 લાખ અને નીચલી કોર્ટમાં 19.67 લાખ કેસ પેન્ડિંગ

ગુજરાતના ન્યાયતંત્ર પર કેસોનો પહાડ: હાઈકોર્ટમાં 1.74 લાખ અને નીચલી કોર્ટમાં 19.67 લાખ કેસ પેન્ડિંગ

ગુજરાતના ન્યાયતંત્રમાં પડતર કેસોની સ્થિતિ ગંભીર બની રહી છે. હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં આશરે 1.74 લાખ કેસ જ્યારે રાજ્યની નીચલી અદાલતોમાં લગભગ 19.67 લાખ કેસ ચુકાદાની રાહ જોઈ રહ્યા છે.

માહિતી મુજબ હાઈકોર્ટમાં 1,16,691 સિવિલ અને 57,849 ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે, જ્યારે ડિસ્ટ્રિક્ટ અને સબઓર્ડિનેટ કોર્ટોમાં 3,25,786 સિવિલ અને 16,41,937 ક્રિમિનલ કેસ બાકી છે. કોર્ટમાં સ્ટાફની અછત, વધતી ગુનાખોરી અને અન્ય પ્રક્રિયાત્મક કારણોને કારણે કેસોના નિકાલમાં વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે કેટલાક કેસો વર્ષોથી ચુકાદાની રાહ જોઈ રહ્યા છે.