Advertisement

ગુજરાતમાંથી ભાજપ પર ધનવર્ષા, એક વર્ષમાં 308 કરોડનું દાન; કોંગ્રેસને મળ્યા માત્ર 69 લાખ

ગુજરાતમાંથી ભાજપ પર ધનવર્ષા, એક વર્ષમાં 308 કરોડનું દાન; કોંગ્રેસને મળ્યા માત્ર 69 લાખ

દેશના રાજકીય પક્ષોને મળેલા દાન અંગેના તાજેતરના અહેવાલમાં ગુજરાતમાંથી ભાજપને એક વર્ષમાં 308 કરોડથી વધુનું જંગી દાન મળ્યું હોવાનું સામે આવ્યું છે, જ્યારે કોંગ્રેસને માત્ર 69 લાખ અને આમ આદમી પાર્ટીને આશરે 10 લાખ રૂપિયાનું જ દાન મળ્યું છે. કુલ મળીને રાજ્યમાં 1562 દાતાઓ પાસેથી અંદાજે 309 કરોડ રૂપિયાનું ફંડિંગ થયું છે, જેમાં ભાજપનો ફાળો સૌથી મોટો રહ્યો છે.

એડીઆર (Association for Democratic Reforms)ના અહેવાલ મુજબ દાનમાં મોટો ફાળો કોર્પોરેટ ક્ષેત્રનો રહ્યો છે, જેમાં કોન્ટ્રાક્ટરો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ, બિલ્ડરો અને સિમેન્ટ કંપનીઓનો સમાવેશ થાય છે. કુલ દાનમાંથી લગભગ 81 ટકા એટલે કે 250 કરોડથી વધુ રકમ કોર્પોરેટ દ્વારા આપવામાં આવી છે, જ્યારે વ્યક્તિગત રીતે પણ લોકો દ્વારા આશરે 57 કરોડ રૂપિયાનું યોગદાન આપવામાં આવ્યું છે.

આ આંકડા માત્ર સત્તાવાર રેકોર્ડ પર દર્શાવાયેલા દાનના છે, જ્યારે રોકડમાં થતી વ્યવહારો આમાં સામેલ નથી. સાથે જ દાન ઈન્સ્ટોલમેન્ટમાં આપવામાં આવતું હોવાની વિગતો પણ સામે આવી છે, જેના કારણે વાસ્તવિક ફંડિંગ અંગે વધુ ચર્ચા અને સવાલો ઊભા થઈ રહ્યા છે.

Advertisement