Advertisement

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કહેર: માર્ચની શરૂઆતમાં જ તાપમાન 40° પાર, 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કહેર: માર્ચની શરૂઆતમાં જ તાપમાન 40° પાર, 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે જ કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્યો છે. માર્ચના પ્રથમ 10 દિવસમાં જ તાપમાન 40 ડિગ્રી પાર પહોંચતા છેલ્લા કેટલાક વર્ષોના રેકોર્ડ તૂટી ગયા છે. હવામાન વિભાગે 16 માર્ચ સુધી હીટવેવની આગાહી કરી છે, જેમાં કચ્છ, મોરબી અને રાજકોટ સહિત 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, સુરત સહિત 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.


હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી 3થી 4 દિવસમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. ગરમીને ધ્યાનમાં રાખીને તંત્રએ લોકોને બપોરે બહાર ન નીકળવા, વધુ પાણી પીવા અને હળવા કપડાં પહેરવા જેવી સલાહ આપી છે.

Advertisement