Advertisement

ગુજરાત વિધાનસભામાં UCC ધમાકો – જાણો શું બદલાશે હવે

ગુજરાત વિધાનસભામાં UCC ધમાકો – જાણો શું બદલાશે હવે

આજે 24મી માર્ચે ગુજરાત સરકારે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ 2026 રજૂ કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત બિલ નંબર 17 ઓફ 2026’ તરીકે આ બિલ ગૃહમાં રજૂ કર્યું, જેને લઈ રાજ્યમાં રાજકીય ગરમાવો વધ્યો છે. ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત UCC લાવનાર બીજું રાજ્ય બન્યું છે.


મુખ્યમંત્રી પોતાના પ્રવચનમાં સ્પષ્ટ કહ્યું કે આ બિલ કોઈ સંસ્કૃતિને નુકસાન પહોંચાડવા માટે નથી, પરંતુ મહિલાઓ અને બાળકોને ન્યાય આપવા માટે બનાવાયું છે. તેમણે ઉમેર્યું કે તમામ પાસાઓનો અભ્યાસ કર્યા બાદ જ આ બિલ તૈયાર કરવામાં આવ્યું છે.


બીજી તરફ, કોંગ્રેસે આ બિલને લઈને સરકાર પર પ્રહાર કર્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર ઉતાવળે બિલ લાવી રહી છે અને ધારાસભ્યોને યોગ્ય અભ્યાસ માટે સમય પણ આપવામાં આવ્યો નથી.


UCC બિલના મુખ્ય મુદ્દા:


  •   દરેક લગ્નનું રજીસ્ટ્રેશન ફરજિયાત રહેશે
  •   રજીસ્ટ્રેશન નહીં કરાવ્યે ₹10,000 સુધી દંડ
  •   બહુવિવાહ (એકથી વધુ લગ્ન) પર 4 વર્ષની જેલ
  •   તમામ ધર્મ માટે છૂટાછેડાના નિયમો એકસરખા
  •   કોર્ટ બહારના છૂટાછેડા અમાન્ય ગણાશે


 લિવ-ઇન રિલેશનશિપ માટે નિયમો:


  •   3 મહિનામાં ફરજિયાત નોંધણી
  •   કાનૂની સુરક્ષા અને છેતરપિંડી રોકવા પર ફોકસ
  •  આવા સંબંધોથી જન્મેલા બાળકોને કાયદેસર માન્યતા


 વારસો અને સંપત્તિ:


  •   વસિયત ન હોય તો માતા-પિતા, પત્ની અને બાળકોને સમાન હક
  •   તમામ ધર્મ માટે એકસરખી વારસાઈ વ્યવસ્થા


 ખાસ છૂટછાટ:


  •   આદિવાસી (ST) અને કેટલાક લઘુમતી સમુદાયોને કાયદામાંથી બાકાત
  •   પિતરાઈ સંબંધોમાં લગ્નની પરંપરા પર અસર નહીં


  સમિતિનો રિપોર્ટ:


જસ્ટિસ રંજના દેસાઈની અધ્યક્ષતામાં બનેલી સમિતિએ લાખો સૂચનોના આધારે અહેવાલ તૈયાર કર્યો હતો, જેના આધારે આ બિલ રજૂ થયું છે.

Advertisement