Advertisement

ગુજરાત પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ: ૨૩ બિનહથિયારી PIની બદલી, જાણો કોને ક્યાં મુકાયા

ગુજરાત પોલીસ વિભાગમાં મોટો ફેરબદલ: ૨૩ બિનહથિયારી PIની બદલી, જાણો કોને ક્યાં મુકાયા

ગાંધીનગર: ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં વહીવટી કારણોસર અને જાહેર હિતમાં મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો છે. રાજ્યના ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DG & IG)ની કચેરી દ્વારા ત્રણ અલગ-અલગ મહત્વના આદેશો બહાર પાડવામાં આવ્યા છે. આ આદેશો હેઠળ કુલ ૨૩ બિનહથિયારી પોલીસ ઈન્સ્પેક્ટરો (PI) ની તાત્કાલિક અસરથી બદલી કરવામાં આવી છે.


ACBમાં મોટા પાયે નિમણૂક

બહાર પાડવામાં આવેલા આદેશો મુજબ, સૌથી વધુ ૧૪ પોલીસ ઈન્સ્પેક્ટરોને રાજ્યના લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) માં બદલી આપવામાં આવી છે. જેમાં ખેડા, પંચમહાલ, દાહોદ, મોરબી અને સુરત ગ્રામ્ય સહિતના જિલ્લાઓમાંથી અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે.


ઇન્ટેલિજન્સ અને SMC વિભાગમાં પણ ફેરફાર

ઇન્ટેલિજન્સ વિભાગના ૭ અધિકારીઓની પણ અમદાવાદ શહેર, સાબરકાંઠા, ભરૂચ અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં બદલી કરવામાં આવી છે. તે જ રીતે, સ્ટેટ મોનિટરિંગ સેલ (S.M.C.) ના બે અધિકારીઓ આર.જી. ખાંટ અને સી.એચ. પનારાની અનુક્રમે ડાંગ અને જુનાગઢ ખાતે બદલી કરવામાં આવી છે.


બદલી થયેલ અધિકારીઓની સંપૂર્ણ યાદી:

એ.સી.બી. (ACB) માં બદલી:

એમ.કે. પટેલ (ખેડા થી ACB)

બી.એન. મોઢવાડીયા (પંચમહાલ થી ACB)

બી.કે. ચાવડા (દાહોદ થી ACB)

એમ.એચ. પઠાણ (પી.ટી.એસ. વડોદરા થી ACB)

એન.એમ. તલાટી (પી.ટી.એસ. વડોદરા થી ACB)

એસ.કે. ચોરેલ (મોરબી થી ACB)

આર.સી. કાનમીયા (પોરબંદર થી ACB)

એસ.એમ. પઠાણ (ભાવનગર થી ACB)

એચ.વી. ચૌધરી (સી.આઈ.ડી. ક્રાઈમ થી ACB)

જે.એન. ચાવડા (ઈન્ટેલિજન્સ થી ACB)

પી.વાય. ચિત્તે (સુરત ગ્રામ્ય થી ACB)

એસ.એમ. લાસન (સાબરકાંઠા થી ACB)

ડી.આર. બારૈયા (સુરેન્દ્રનગર થી ACB)

પી.સી. મોલીયા (જી.પી.એ. કરાઈ થી ACB)


ઇન્ટેલિજન્સ વિભાગની બદલીઓ:

વી.વી. ત્રિવેદી (અમદાવાદ શહેર)

એચ.પી. ઝાલા (સાબરકાંઠા)

આર.કે. અમીન (વાવ-થરાદ)

કે.એલ. પટણી (ભરૂચ)

પી.કે. પટેલ (ACB)

કે.જિ. ગોસ્વામી (બનાસકાંઠા)

પી.એમ. પટેલ (DGP કચેરી)


S.M.C. વિભાગની બદલીઓ:

આર.જી. ખાંટ (ડાંગ)

સી.એચ. પનારા (જુનાગઢ)


Advertisement