ગુજરાત ન્યાયતંત્રમાં મોટા ફેરફાર: રાજ્યના 79 જજને પ્રમોશન, 63 સિવિલ જજની બદલી

ગુજરાત ન્યાયતંત્રમાં મોટા ફેરફાર: રાજ્યના 79 જજને પ્રમોશન, 63 સિવિલ જજની બદલી

ગુજરાતના ન્યાયતંત્રમાં મોટા વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના કુલ 79 જજને પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે 63 સિવિલ જજોની વિવિધ જિલ્લાઓમાં બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી ન્યાયતંત્રમાં વ્યાપક ફેરબદલ જોવા મળશે.

હાઈકોર્ટના વહીવટી આદેશ મુજબ પ્રમોશન અને બદલીને લઈને સંબંધિત જજોને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ ફેરફારોનો હેતુ ન્યાયતંત્રની કામગીરીને વધુ કાર્યક્ષમ અને સુવ્યવસ્થિત બનાવવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.