ગુજરાતના ન્યાયતંત્રમાં મોટા વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે. રાજ્યના કુલ 79 જજને પ્રમોશન આપવામાં આવ્યું છે, જ્યારે 63 સિવિલ જજોની વિવિધ જિલ્લાઓમાં બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયથી ન્યાયતંત્રમાં વ્યાપક ફેરબદલ જોવા મળશે.
હાઈકોર્ટના વહીવટી આદેશ મુજબ પ્રમોશન અને બદલીને લઈને સંબંધિત જજોને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. આ ફેરફારોનો હેતુ ન્યાયતંત્રની કામગીરીને વધુ કાર્યક્ષમ અને સુવ્યવસ્થિત બનાવવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે.