1️⃣ સિંહણના હુમલાથી યુવાન ઘાયલ
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં સિંહણના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બોડીદર ગામની સીમમાં મધ પાડવા ગયેલા રમેશ લેકુ વાઘેલા નામના યુવાન પર સિંહણે હુમલો કર્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. લોહીલુહાણ હાલતમાં યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
2️⃣ મિત્રો સાથે મધ પાડવા ગયા હતા
મળતી માહિતી મુજબ રમેશ પોતાના બે મિત્રો સાથે બોડીદર અને ડોળાસા ગામની સરહદે આવેલા ગડિયાનોપા વિસ્તારમાં મધ પાડવા ગયા હતા. આ દરમિયાન અચાનક સિંહણ ત્રાટકતા તેના મિત્રો ભયભીત થઈ ભાગી ગયા, જ્યારે રમેશ સિંહણના હુમલાનો ભોગ બન્યો હતો.
3️⃣ વન વિભાગે સિંહણને પાંજરે પૂર્યું
ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને હુમલો કરનાર સિંહણને પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી. હાલ ઈજાગ્રસ્ત યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.