Advertisement

દ્વારકાના દરિયાકાંઠે પોલીસનો મેગા સર્ચ ઓપરેશન: ₹2.27 કરોડનું ચરસ ઝડપાયું

દ્વારકાના દરિયાકાંઠે પોલીસનો મેગા સર્ચ ઓપરેશન: ₹2.27 કરોડનું ચરસ ઝડપાયું

દેવભૂમિ દ્વારકા: ગુજરાતના દરિયાઈ માર્ગે નશીલા પદાર્થોની ઘૂસણખોરી રોકવા માટે પોલીસ સતર્ક બની છે, ત્યારે દ્વારકા જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાંથી મોટી માત્રામાં ચરસનો જથ્થો ઝડપાવાનો મામલો સામે આવ્યો છે. દ્વારકા એસ.ઓ.જી. (SOG) અને જામ કલ્યાણપુર પોલીસના સંયુક્ત ઓપરેશન દરમિયાન દરિયાકિનારા પાસેથી અંદાજે ₹2.27 કરોડની કિંમતનું ચરસ જપ્ત કરવામાં આવ્યું છે.


પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ 4.548 કિલોગ્રામ વજનના ચરસના ચાર પેકેટ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ, દરિયાઈ માર્ગે નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોવાની આશંકાને આધારે પોલીસે ગુપ્ત બાતમીના આધારે આ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં પોલીસને મળેલી આ મોટી સફળતાથી ડ્રગ્સ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.


હાલમાં પોલીસે આ તમામ જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ નશીલો પદાર્થ ક્યાંથી આવ્યો, કોના દ્વારા મોકલવામાં આવ્યો હતો અને તે કોને પહોંચાડવાનો હતો, તે દિશામાં પોલીસે ઊંડી તપાસ શરૂ કરી છે. દરિયાઈ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા કરી શકે છે.

Advertisement