ધરતી... સાવજની ડણક... અને નેહડામાં વસતા લોકોની લાગણી!

ધરતી... સાવજની ડણક... અને નેહડામાં વસતા લોકોની લાગણી!

ધરતી... સાવજની ડણક... અને નેહડામાં વસતા લોકોની લાગણી!

આ ત્રણેય જ્યારે એક જ વાર્તામાં ભળે, ત્યારે ફિલ્મ માત્ર ફિલ્મ નથી રહેતી... એક અનુભવ બની જાય છે.


ગુજરાતી સિનેમા હવે આવી જ એક અનોખી વાર્તા લઈને આવી રહ્યું છે — ફિલ્મ ‘અંબા’.


‘લાલો’ની તુલસી એટલે કે રીવા રાચ્છ હવે ‘અંબા’ના પાત્રમાં જોવા મળશે.

ફિલ્મની કહાની ગીરમાં વસતા સાવજ અને ત્યાંના લોકો વચ્ચેના અનોખા સહજીવન તેમજ ડણક અને ઝાંઝરીની મિત્રતાની આસપાસ વણાયેલી છે.


અને નવરાત્રિ પહેલાં ફિલ્મનું પહેલું ગીત ‘અંબા રમવા આવે’ રિલીઝ થઈ ગયું છે.


ગીતની શરૂઆત જ એક અલગ જ દૃશ્યથી થાય છે...

અંબા બનેલી રીવા રાચ્છ સાવજને પાઘડી પહેરાવતી નજરે પડે છે.


આગળ નેહડાની યુવતીઓ માતાજીની માંડવીની આસપાસ પરંપરાગત ગરબાની રમઝટ બોલાવે છે.

રીવા રાચ્છ સાથે શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર અને નેત્રી ત્રિવેદી પણ ગરબે ઘૂમતી જોવા મળે છે.


પરંતુ ગીતના અંતે ફરી એકવાર સંભળાય છે પાઘડીધારી સાવજની ડણક...

અને અહીંથી ફિલ્મની વાર્તા પ્રત્યેની ઉત્સુકતા વધુ વધી જાય છે.


ફિલ્મનું સંગીત કેદાર-ભાર্গવએ તૈયાર કર્યું છે, જ્યારે ગીતના શબ્દો મિલિન્દ ગઢવીના છે અને સ્વર વ્રત્તિની પુરોહિતનો છે.


વિજયગીરી બાવાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મનું લેખન વિજયગીરી બાવા અને રામ મોરીએ સાથે મળીને કર્યું છે.


ફિલ્મમાં રીવા રાચ્છ ઉપરાંત દર્શન પંડ્યા, જગજીતસિંહ વાઢેર, એલેસાન્ડ્રા વ્હીલન, ગૌરાંગ આનંદ, ફિરોઝ ઇરાની, સ્વાતિ દવે અને રિદ્ધિ ડાંગર સહિતના કલાકારો જોવા મળશે.


ગીરની માટી, સાવજની ડણક અને માનવીય લાગણીની આ અનોખી કહાની ‘અંબા’ ડિસેમ્બર 2026માં સિનેમાઘરોમાં આવશે.