ચેન્નાઈ એરપોર્ટ પર મંગળવારે મોડી રાત્રે ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કોલકાતાથી ચેન્નાઈ જઈ રહેલી આ ફ્લાઈટના લેન્ડિંગના થોડા સમય પહેલાં ડાબા એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાઈલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલને તેની જાણ કરી હતી. ત્યારબાદ રાત્રે 11:29 વાગ્યે ચેન્નાઈ એરપોર્ટ પર ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી. ઈમર્જન્સી રિસ્પોન્સ સિસ્ટમ સક્રિય કરવામાં આવ્યા બાદ વિમાને રાત્રે 11:37 વાગ્યે રનવે 25 પર સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. આ ફ્લાઈટમાં કુલ 224 મુસાફરો અને ક્રૂ મેમ્બર સહિત લોકો સવાર હતા. સદનસીબે, તમામ લોકો સુરક્ષિત રીતે વિમાનમાંથી બહાર આવ્યા હતા. વિમાનના સુરક્ષિત લેન્ડિંગ બાદ રાત્રે 11:47 વાગ્યે ઈમર્જન્સી પાછી ખેંચી લેવામાં આવી હતી. હાલ ટેકનિકલ ટીમ દ્વારા વિમાનના ડાબા એન્જિનમાં ખરાબીનું ચોક્કસ કારણ શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
ચેન્નાઈ એરપોર્ટ પર ઈન્ડિગો ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ